Posts
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને દોલતી તાલુકા પંચાયતથી જીતેલા સદસ્ય નિર્મળ વાટલિયાએ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પલાયનનો મુદ્દો ઉઠાવ્યો.
- Get link
- X
- Other Apps
ગામડાંમાં સુવિધા આપો, પલાયન પર ચર્ચા કરો : નિર્મળ વાટલિયા આમ આદમી પાર્ટી ગામડાંમાંથી સતત યુવાનો અને પરિવારો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગામડાંના વિકાસ અને પાયાની સુવિધાઓ અંગે ગંભીર ચર્ચા કરવાની જરૂર છે. આ મુદ્દાને લઈને તાલુકા પંચાયતના સભ્ય નિર્મળ વાટલિયા દ્વારા આજે સાવરકુંડલા તાલુકા પંચાયત ની સામાન્ય સભા મા રજૂઆત સાથે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. નિર્મળ વાટલિયાએ જણાવ્યું હતું કે, “ગામડાંમાં રોજગારની તકો, સારા રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નહીં બને તો ગામડાં ખાલી થતાં જશે. આજે અનેક ગામોમાં ઘેર-ઘેર તાળા જોવા મળી રહ્યા છે અને યુવાનો રોજગાર માટે શહેરોમાં જવા મજબૂર બની રહ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાંમાંથી થતા પલાયનને માત્ર વ્યક્તિગત સમસ્યા તરીકે નહીં પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને ગામડાંના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર પ્રશ્ન તરીકે જોવાની જરૂર છે. “તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગામડાંમાંથી થઈ રહેલા પલાયન અંગે સત્તાવાર ચર્ચા કરવામાં આવે અને ગામડાંમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવે,” ત...
ધારાસભ્યને ઘી કેળા ને કેવડાપરાને ઢેફાં પાણા
- Get link
- X
- Other Apps
કેવડાપરાની જનતા સાથે નગરપાલિકાનો ભેદભાવ ધારાસભ્ય જ્યાં ઘર ખરીદે ત્યાં રાતો રાત સિમેન્ટ રોડ અને ઉચ્ચ ગુણવત્તાની ગટર તૈયાર થઈ જાય, જનતા વર્ષોથી રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી. આમ આદમી પાર્ટીના આગેવાન ઓધવજી પટેલ કહે છે કે, "લોકશાહીમાં નેતાઓએ હંમેશા પ્રજાના દુઃખને દૂર કરવા માટે કામ કરવું જોઈએ. આ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. જો પ્રજા દુઃખી હશે તો આપણો રાજધર્મ લજવાશે " આમ આદમી પાર્ટીના નેતા હિતેશ દોંગાએ નગરપાલિકા સામે કેવડાપરાની જનતા સાથે ભેદભાવના આરોપ લગાવ્યા છે. કેવડાપરા ના લોકો વર્ષોથી તેમના વિસ્તારમાં સારા રસ્તાની માંગણી કરી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણીને ધ્યાને ધરવામાં આવતી નથી. એક બાજુ સાવરકુંડલામાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ બની રહ્યા હોવાના નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા દાવાઓ કરવામાં આવે છે જ્યારે કેવડાપરા વિસ્તારના લોકોને વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યાથી મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. સડક પર લોકોની અવર જવર રહે છે, વિદ્યાર્થીની અવર જવર રહે છે છતાં ત્યાં સારો રસ્તો બનાવવાને બદલે મોટા મોટા પથ્થરો અને ઈન્ટોડા નાખવામાં આવ્યા છે. "ધ...