ધારાસભ્યને ઘી કેળા ને કેવડાપરાને ઢેફાં પાણા
કેવડાપરાની જનતા સાથે નગરપાલિકાનો ભેદભાવ
ધારાસભ્ય જ્યાં ઘર ખરીદે ત્યાં રાતો રાત સિમેન્ટ રોડ અને ઉચ્ચ ગુણવત્તાની ગટર તૈયાર થઈ જાય, જનતા વર્ષોથી રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી.
આમ આદમી પાર્ટીના આગેવાન ઓધવજી પટેલ કહે છે કે, "લોકશાહીમાં નેતાઓએ હંમેશા પ્રજાના દુઃખને દૂર કરવા માટે કામ કરવું જોઈએ. આ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. જો પ્રજા દુઃખી હશે તો આપણો રાજધર્મ લજવાશે "
આમ આદમી પાર્ટીના નેતા હિતેશ દોંગાએ નગરપાલિકા સામે કેવડાપરાની જનતા સાથે ભેદભાવના આરોપ લગાવ્યા છે. કેવડાપરા ના લોકો વર્ષોથી તેમના વિસ્તારમાં સારા રસ્તાની માંગણી કરી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણીને ધ્યાને ધરવામાં આવતી નથી. એક બાજુ સાવરકુંડલામાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ બની રહ્યા હોવાના નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા દાવાઓ કરવામાં આવે છે જ્યારે કેવડાપરા વિસ્તારના લોકોને વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યાથી મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. સડક પર લોકોની અવર જવર રહે છે, વિદ્યાર્થીની અવર જવર રહે છે છતાં ત્યાં સારો રસ્તો બનાવવાને બદલે મોટા મોટા પથ્થરો અને ઈન્ટોડા નાખવામાં આવ્યા છે.
"ધારાસભ્ય એ ઘર લીધું એટલે ત્યાં રાતો રાત સિમેન્ટની સડક અને ગટર તૈયાર કરી દેવામાં આવી. કેવડાપરા ની પ્રજા વર્ષોથી સારા રસ્તાની મંગળીઓ કરે છે પણ ત્યાં માત્ર ચૂંટણી વખતે લોલીપોપ બતાવવામાં આવે છે"
- હિતેશ દોંગા
હવે કેવડાપરાના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન રવિ સોલંકીએ પણ જણાવ્યું કે, "અમે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. છતાં તંત્ર અમારા પછાત વિસ્તાર બાજુ ધ્યાન આપતી નથી."
Comments
Post a Comment